Ahmedabad District Panchayat Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર પરીક્ષા વગર ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Ahmedabad District Panchayat Recruitment | Ahmedabad Jilla Panchayat Recruitment
ALL DATA HERE
સંસ્થાનું નામ | જિલ્લા પંચાયત અમદાવાદ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 07 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 07 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ahmedabaddp.gujarat.gov.in/ |
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન જિલ્લા પંચાયત અમદાવાદ ઘ્વારા 07 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 07 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 ઓગસ્ટ 2023 છે
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડિસ્ટ્રિક્ટ પંચાયત અમદાવાદ દ્વારા આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, સ્ટાફ નર્સ તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
મિત્રો, પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
આયુષ તબીબ | રૂપિયા 25,000 |
ફાર્માસીસ્ટ | રૂપિયા 13,000 |
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 13,000 |
જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
સ્ટાફ નર્સ | રૂપિયા 13,000 |
કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટન | રૂપિયા 10,000 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
કુલ ખાલી જગ્યા:
અમદાવાદ જિલ્લા પંચાયતની આ ભરતીમાં આયુષ તબીબની 02, ફાર્માસીસ્ટની 12, એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 03, જિલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટની 01, પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01, સ્ટાફ નર્સની 05 તથા કોલ્ડ ચેઇન એન્ડ વેક્સિન લોજિસ્ટિક આસિસ્ટન્ટની 01 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.